. 🌅
મહાભારતના એક પ્રસંગનું
કોઈકે અદભૂત દર્શન કરાવ્યું છે.
મત્સ્યવેધની આગલી રાતે
કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.
કૃષ્ણ અર્જુનને અત્યંત
ધીરજપૂર્વક સમજાવે છે :
ત્રાજવા પર સંભાળીને ચઢજે,
પગ બરાબર સંતુલીત રાખજે,
ધ્યાન માછલીની આંખ પર જ
કેન્દ્રિત રાખજે, મનમાં સંપૂર્ણ
એકાગ્રતા રાખજે . . . વગેરે વગેરે.
અર્જુન પૂછે છે :
બધું મારે જ કરવાનું ?
તો તમે શું કરશો ?
જવાબ મળે છે :
જે તારાથી ન થાય એ હું કરીશ.
એમ ?
એવું શું છે જે મારાથી નહીં થાય ?
એવું તે શું કરશો ?
' હું પાણીને સ્થિર રાખીશ.'
____________________________ 🌿
શ્રી કૃષ્ણ જન્મોત્સવ અવસરે
શુભકામના.